About Us

About Us Details

 • રાજ્ય સરકારના તા.૨૫/૦૭/૨૦૧૭ ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે “ગુજરાત રાજ્ય રજીસ્ટર્ડ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યની ભરતી માટેની પસંદગી સમિતી” ની રચના થયેલ છે.
 • આ સમિતિના સભ્યો નીચે મુજબ છે.
 • નિયામક, શાળાઓની કચેરી, ગાંધીનગર - અધ્યક્ષ, હોદ્દાની રૂએ
 • ઉપાધ્યક્ષ, સચિવશ્રી, ગુ.મા. અને ઉ.મા. બોર્ડ, ગાંધીનગર - સભ્ય
 • સરકારે નિયુક્ત કરવાના નાયબ સચિવશ્રીથી નીચલા દરજ્જાના ન હોય તેવા સિનિયર સરકારી અધિકારી- સભ્ય
 • સરકારે નિયુક્ત કરવાના બે નામાંકિત શિક્ષણશાસ્ત્રી- સભ્ય
 • સરકારે નામનિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના ચાર પ્રતિનિધિ - સભ્ય
 • સંયુક્ત શિક્ષણ નિયામક, ગુ.રા.,ગાંધીનગર- સભ્ય અને સભ્ય સચિવ
 • પસંદગી સમિતિના કાર્યો:-
 • જેના માટે ભરતી કરવાની હોય તેવી આચાર્યોની જગ્યાની સંખ્યા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી નક્કી કરવી જોઈએ. તેમ છતાં, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આચાર્યોની ખાલી જગ્યા ભરવા માટે માંગણા-પત્રક ભરવુ અનિવાર્ય રહેશે.
 • રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવી જોઈશે.
 • પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી, ઉમેદવારોના HMAT પરીક્ષાના ગુણ, શૈક્ષણિક લાયકાતોના ગુણ અને અનુભવના ગુણને ધ્યાને લઈ ઉમેદવારનું મેરીટ તૈયાર કરી તેમજ ઉમેદવારોને મેરીટના ધોરણે જિલ્લા/શાળા પસંદગી આપવી.
 • શિક્ષણ વિભાગના તા.૨૫/૦૭/૧૭ ના જાહેરનામાની જોગવાઈ ૫(૩) મુજબ મેરીટ કમ પ્રેફરન્‍સના ધોરણે ૧૫ ઉમેદવારોની યાદી શાળા પસંદગી સમિતિને ઈન્ટરવ્યુ માટે મોકલવી.