સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ અંગે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ આપેલ જાહેરાત અન્વયે તા.૦૧/૦૪/૨૦૨૫ થી ઉમેદવારોએ અરજી કરવાની હતી. જે તારીખને બદલે સુધારો કરી નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જેની સંબંધિતોએ નોંધ લેવી.
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.